ભાજપ યુવા મોરચા ગુજરાત બેઠક ગાંધીનગર | સ્થાનિક ચૂંટણી 2026 તૈયારી ભાજપ યુવા મોરચા બેઠક | ડૉ. હેમાંગભાઈ જોષીનો સંદેશ

BJYM ગુજરાત | પ્રેસનોટ | તા. 09/04/2026
MARO AWAJ NEWS

ભાજપ યુવા મોરચા ગુજરાતની પ્રથમ પ્રદેશ બેઠક ‘શ્રી કમલમ’ ખાતે યોજાઈ

ડૉ. હેમાંગભાઈ જોશીના અધ્યક્ષસ્થાને બેઠક, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભવ્ય વિજયનો સંકલ્પ
ગાંધીનગર | તા. 09 એપ્રિલ 2026
ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચાની નવરચિત ટીમની પ્રથમ પ્રદેશ બેઠક આજે ગાંધીનગર સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે યોજાઈ હતી.

ગાંધીનગર, તા. 09 એપ્રિલ 2026: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ગુજરાત પ્રદેશ યુવા મોરચાની નવરચિત ટીમની પ્રથમ પ્રદેશ બેઠક આજે ગાંધીનગર સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે યોજાઈ હતી. આ બેઠક પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ ડૉ. હેમાંગભાઈ જોશીના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

ડૉ. હેમાંગભાઈ જોશીએ તેમના અધ્યક્ષીય સંબોધનમાં સંગઠનશક્તિ, શિસ્ત અને ટીમવર્કના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે મજબૂત સંગઠન અને સંકલિત પ્રયત્નોથી જ પક્ષના વિચારોને સમાજના અંતિમ વ્યક્તિ સુધી અસરકારક રીતે પહોંચાડી શકાય છે.

તેમણે યુવા મોરચાના કાર્યકરોને પોતાના વિસ્તારમાં સક્રિય રહી સતત સંપર્ક અને સંવાદ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળની ભાજપાની કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના જનહિતના કાર્યો અને પક્ષની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.

તેમણે આવનારા સમયમાં યુવા મોરચા દ્વારા યોજાનારા વિવિધ કાર્યક્રમો, અભિયાનો અને સામાજિક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સંગઠનને વધુ ગતિશીલ અને પ્રભાવશાળી બનાવવા માટે નવી યોજનાઓ, ડિજિટલ માધ્યમોનો ઉપયોગ, યુવાનોને જોડવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કાર્ય કરવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું.

મોરચાના પ્રભારીશ્રી કિરીટભાઈ પટેલે તેમના સંબોધનમાં કાર્યકરોને પ્રેરણા આપતા જણાવ્યું કે યુવા મોરચો ભારતીય જનતા પાર્ટીની શક્તિનું કેન્દ્ર છે. યુવાનોના ઉત્સાહ અને કાર્યશૈલીથી સંગઠનને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાશે. તેમણે તમામ હોદ્દેદારોને જવાબદારીપૂર્વક કાર્ય કરવા અને સંગઠનના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સંકલ્પબદ્ધ રહેવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવા મોરચાની ભૂમિકા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ યુવા કાર્યકર્તાઓએ એકજૂટ બનીને ભાજપને ભવ્ય વિજય અપાવવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

બેઠક દરમિયાન વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ, આવનારી પ્રવૃત્તિઓ, સભ્યતા અભિયાન, તાલીમ વર્ગો તેમજ સમાજસેવાના કાર્યક્રમો અંગે વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કાર્યકરોને સ્થાનિક સ્તરે વધુ સક્રિય બની લોકો સાથે સતત સંવાદ રાખવા અને તેમની સમસ્યાઓને સમજવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરોમાં નવી દિશા અને ઉર્જા પૂરી પાડવા તેમજ આવનારા સમયમાં યુવા મોરચાના કાર્યને વધુ વ્યાપક બનાવવા અંગે પણ મંથન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રીશ્રીઓ ડૉ. નરેશભાઈ દેસાઈ, ડૉ. દેવાંગીબેન મૈયડ, ડૉ. ભાવિન શિરોયા સહિત યુવા મોરચાના પ્રદેશ પદાધિકારીઓ, મોરચાના વિવિધ સેલના કન્વીનર અને સહ-કન્વીનર, પ્રદેશ કારોબારી સભ્યો તથા જિલ્લા તથા મહાનગર યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્ય મુદ્દા:

  • નવરચિત પ્રદેશ યુવા મોરચાની પ્રથમ બેઠક ‘શ્રી કમલમ’ ખાતે યોજાઈ
  • ડૉ. હેમાંગભાઈ જોષીએ સંગઠન, શિસ્ત અને ટીમવર્ક પર ભાર મૂક્યો
  • કિરીટભાઈ પટેલે યુવા મોરચાને પક્ષની શક્તિનું કેન્દ્ર ગણાવ્યું
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો સંકલ્પ વ્યક્ત

Leave a Comment